Gujarati Quote in Poem by Rutambhara Thakar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

World Water Day...!
જળ એ જ જીવન વહેતું રાખશે.

*પનિહારી :જળ અને જનની મધ્યસ્થી*.

કુવે,તળાવે,નદીયે અને
સરોવરે ફરે,
જનને વરેલી પનિહારી
જળને પણ વરે..!

પનિહારીની પરિભાષા એટલે જાણે નખશિખ સૌદર્યની પર્યાય,
સૌના મનમાં એકજ છબી લગીરેય
બીજી ના ગમે જરાય...!

નીર સંગ એ ય પોતાને ભૂલી વહેતી રહેતી,
પોતાના ખાલીપાને ખાળવા મટકામાં નીર એ ભરતી રહેતી..!

મટકા ને પનિહારીની
એકસરખી વેદના,
બંનેમાં ઘટ ઘટનાં પાણી અંતરમાં સમાવવાની ખેવના...!

તરસ્યાની તરસ સંતોષવામાં બેય વ્યસ્ત,
છતાંય પોતાની જવાબદારીથી ક્યારેય ન થતાં ત્રસ્ત...!

પાણીની ઊંડાઈનો એ તરત જ કાઢતી ક્યાસ,
મન તણા પાણીની ઊંડાઈનો પણ એને તરત થઈ જતો ભાસ...!

નદી,કૂવા,સરોવર ને તળાવના જળ એણે ખાળ્યાં છે,
જીવતરની જુવાનીના ઢગલો વરસો એણે કાંઠાની ધારે ગાળ્યાં છે...!

ઘાટ ઘાટનાં પાણી દ્વારા સંદેશો એ આપતી રહેતી,
પાણી બધે એક જ છે ફક્ત મટકાના આકાર જ દુનિયા માપતી રહેતી...!

કબીર કહત....
*કબીર કૂવા એક હૈ, પનિહારી અનેક,બર્તન સબ ન્યારે ભયે,પાની સબમેં એક...!*

©️ૠતંભરા વિશ્વજીત
*ૠત્વિશ્વ*
આણંદ.

Gujarati Poem by Rutambhara Thakar : 111680312
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now