*પૃથ્વી કો કાગજ કરૂં લેખણ કરૂં વનરાય. સાત સાગર કી શાહી કરૂં પણ હરિગુણ લખ્યા ન જાય.*
ભગવાનના ગુણ અપાર છે. પણ ગુણ તે ભગવાન નથી. ભગવાનના ગુણ છે. ભગવાન નિર્ગુણ છે. બધા આકાર ભગવાનના છે. ભગવાન નિરાકાર છે. અજ્ઞાન સામાન્ય જ્ઞાનનુ સાધક છે. અજ્ઞાન વિશેષ જ્ઞાનનું બાધક છે. ભગવાન નિરાકાર છે. પોતે જ્ઞાન સ્વરૂપ છે. વિદ્યા. અવિદ્યા. સાપેક્ષ છે. વિદ્યા અવિદ્યાનો અધિષ્ઠાન પોતે છે. અધ્યસ્થને આધારે અધિષ્ઠાન બોલાય છે. લક્ષાર્થે તો કંઈ કહેવાય નહી. અને તે જ પોતે છે. આ બધું અધીકાર પ્રમાણે સર્વને સમજાય છે. અધિકાર અને અનઅધિકાર તે તો માયાના ગુણ છે. અંત:કરણ યોગ્યતા વાળુ બનાવવુ પડે છે. અંત:કરણ શુદ્ધ ન હોવાથી જ્ઞાનને ઢાકે છે. *અજ્ઞાન શું છે. તે જો સમજાય તો જ્ઞાન છે. અજ્ઞાન મને થયું છે તેમ કહેવું તેજ અજ્ઞાન છે. કારણ કે જ્ઞાન. અજ્ઞાન તારામાં નથી. તુ તો શુદ્ધ બુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે.*
ન સમજાય તો ઈશ્ર્વર ભજો બસ એ સાર છે. સંસાર અસાર છે. *દયા તે જ ધર્મ છે. સત્ય તે જ ભગવાન છે.*
🙏🙏🌹👏👏
જય સીતારામ
જય અલખધણી
જય ગુરૂ મહારાજ