Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*મન તું અળગું ક્યાં અફળાય*
✍🏻 *પ્રીતમદાસ*
🌸🌸🌸🌸🌸🌸🌸

મનતું અળગું કયા અફળાય,બીજો નથી બોલતો...

જાગી જોને તું તારા સ્વરૂપને,ખોળી જોતામાં તું જ ખોવાય..

તું તો દરિયાની લહેર સમાન છો,લહેર સમતા સમુદ્ર દેખાય...

તારે ઓથે હરિને નથી દેખતો,કુંડળ ઓથે કાન ઢંકાય...

તારે ઠેંકાણે હરિને ઠેરાવજે,એવું સમજે મહાસુખ થાય...

કહે પ્રીતમ અનુભવી સંતને,હું તો લળી લળી લાગુ પાય

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

પ્રીતમદાસ કદાચ એમ કહી રહયા છે કે બીજે ભટકવાની જરૂર નથી.બોલતા બ્રહ્મ ની ખોજ કરવાની છે તેને શોધતા મનનું વિસર્જન થઈ શકે છે.જેથી પછી મનનો ક્યાંય પત્તો લાગતો નથી.મન વિચારના તરંગ રૂપે આમ તેમ જવાથી હરિ દેખાતા નથી.મન તું શીંહાશન પરથી ઉતરી અને તે સ્થાને હરિ ને બેસાડ. તો મહાસુખ નો અનુભવ જરૂર થશે.અને પીડાઓ જતી રહેશે.પ્રીતમદાસ કહે છે કે જે આ કરી શકે તો તેને અનુભવી સંત કહું અને નમી નમી વારંવાર એને પાયે લાગુ કારણ હરિ વસે હરિજનમાં રે હરિ નથી અરણ્ય કે વનમાં

👏🏻

Gujarati Religious by બાબા સત્સંગી : 111672889
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now