બદલાય નહિ, રસ્તો'ય માનવું પડે
ઘરથી કબર અંતર ત્યાં જાણવું પડે;
સંબંધ છે સ્વાર્થેનો ક્યાં નથી તુંજો ,
વિશ્વાસ છે ત્યાં, તાંતણે કાંતવું પડે;
પોકળ છે વાતો તૃષ્ણાને ત્યાગી દેવી,
કંઠીથી માયિક મંત્ર જાપવું પડે;
પંચાત ઈન્દ્રિયો, તણી નિગાહ માં,
શિવ જીવમાં અંતર ને કાપવું પડે;
ગુમરાહ થઇ ખુદ,શોધે છે પ્રકૃતિમાં જે,
અંતર પ્રકૃતિમાં , પુરૂષે ટાળવું પડે;
આનંદ તું જો સહજ માં જ શાંતિને,
મનનો મનોલય ત્યાં જ, માંડવું પડે;
-મોહનભાઈ આનંદ