એક છોકરીના હોઠ પર ઊગી ગયું છે હવે કેસૂડાનું આખું ઝાડ
દૂર દૂર ડુંગરથી મોરલો આવ્યો રે માથાબુડ કૂદીને વાડ
રાખ્યું છે વૃક્ષોએ વધવાનું મુલતવી
અંકુરે અંકુરે ફૂટી છે પાંદડી
માથાનાં પાઠાં વીંઝી વીંઝીને પેલો પસ્તાવો કરે છે તાડ
એક છોકરીના હોઠ પર ઊગી ગયું છે હવે કેસૂડાનું આખું ઝાડ
હવાને એવું વહેવું ગમે છે હવે ઝુલ્ફોમાં ધીરે સરીને
ભમરાના ગુંજનમાં મધમીઠાં ગીત છે આવે છે ફરીફરીને
એ તો પકડીને ઉભી છે આંબાની ટહુકતી મંજરીની ખટમીઠી ડાળ
એક છોકરીના હોઠ પર ખીલી ગયું છે હવે કેસૂડાનું આખું ઝાડ
- રાજેશ વણકર
-અધિવક્તા.જીતેન્દ્ર જોષી