ૐ જય ગુરુ મહારાજ ૐ
👏નારાયણ ભજનામૃત👏ગુણપતી વંદના,2,👏
ગુણપતી ગુરુદેવ પઘારો પાટે
સ્વામી તમે સુન્ઢ વાળા રે
આરાઘે તો આવો ગતમા
મેર કરીને મુન્ડ વાળા રે ,1,
પાય પડીને કરું પરીક્રમા
દર્શન દયોને દુન્દ વાળા રે
મેવા મોદક જમો પ્રેમથી
ફેર માન્ગી ને ફાન્દવાળા રે , 2,
પ્રીત કરીને પોઢો પંલગે
ચરણ ચાપુ હું સુંવાળા રે
સેવા મારી સ્વીકારો સ્વામી
હસીને હરી હુફવાળા રે,3,
મુળ મહેલ માં વાસ તમારો
ગામ ઠામ ગુદાવાળા રે
અનમુખ મટી સન્મુખ થાઓ
કીકંરી જાણી કુર્પાવાળા રે ,4,
પ્રસન્ન થયને પાહોળ આપો
શરમ છોડી ને સુંગવાળા રે
નારાયણ ને નાથ નીજારી
ભાવથી ભેટો ભુજાવાળા રે ,5,
👏👏👏👏👏
સદગુરુ ચરણ રજ તીલકદાસ બાપુ સદગુરુ નારાયણ બાપા👏👏
👏👏👏👏👏