કેવી વિચિત્રતા છે આ સંસારની
કૂતરાને બેસાડી ખોળામાં હાથથી પંપાળે છે.
ખુદ ના સંતાનો ઘરની નોકરાણી સંભાળે છે.
રોજ સવારે ઝીમ જવા મોંઘી ગાડી લાવે છે,
ઝીમમાં જઈને એ તો રોજ સાયકલ ચલાવે છે.
મનને હળવું કરવા ફૂલોના બાગમાં બેસે છે,
ને ઘર પોતાનું ખોટા ફૂલો લગાવી સજાવે છે.
ગજબની સોચ છે માનવીની
પથ્થર માં એતો ભગવાનને ખોજે છે,
ભગવાન છે જેની અંદર એને વૃદ્ધા આશ્રમ મોકલે છે.