Lion walk :
* સેક્સ, સેક્સ, સેક્સ અને લીડરો
પ્રાણીબાગનાં ગોરીલાની જેમ, પબ્લિક લીડરની પ્રાઇવેટ જિંદગી એ પ્રાઇવેટ નથી.
દેશનેતા ન પરણે અથવા એક પત્ની હયાત હોય અને બીજી સ્ત્રીને પરણે તો એ જનતાચિંતાનો વિષય બની જાય છે.
સ્કેન્ડલ એ દસમો રસ છે, અને ગુજરાતમાં ઉકાળેલી તુવેરની દાળની જેમ સ્કેન્ડલનો ટેસ્ટ જીભ ઉપર લાંબા સમય સુધી રહે છે.
હિન્દુસ્તાનમાં બાબુ જગજીવનરામના સુપુત્ર સુરેશરામે એક સ્ત્રી, નામ સુષ્મા, સાથે જાતજાતની ભોગઅવસ્થાઓમાં ફોટા પડાવ્યા હતા, જે એક સાપ્તાહિકે (તત્કાલીન તંત્રી : મેનકા ગાંધી) છાપ્યાં હતા અને એ જોવા માટે ટપાટપી અને ઝપાઝપી થઇ હતી. સંસદમાં રાજનારાયણે કહ્યું કે ફોટા જોયા અને મેં આંખો મીંચી દીધી ! એક પત્રકારે પૂછ્યું : સાહેબ, પહેલો ફોટો જોયા પછી કે ...... બધા ફોટા જોયા પછી ?
ગુજરાતી નેતાઓ હેલીકોપ્ટરમાં ઊડતાં ઊડતાં એકાદ ચુંબનફૂંબન કરી લે એ ઠીક છે પણ લા'અફેર ( જેના પરથી આપણું 'લફરાં' આવ્યું છે) કરવા જેવું નથી.
- ચંદ્રકાંત બક્ષી : માદા અને નારી