Gujarati Quote in Blog by Patel Nirupa ચાતક

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#ચાતક ...✍
સ્ત્રી...
સ્ત્રી .....આ શબ્દ સંભળાય છે અથવા બોલાય છે, ત્યાં જ અલગ લાગણી અનુભવાય છે.ના હું એવું નથી કહેવા માગતી કે સ્ત્રી બિચારી છે. પણ તે ખુદ મરી ને બીજાને જિવાડે છે.
સ્ત્રીમાં જબરજસ્ત ત્યાગની શક્તિ છે, તે શક્તિ ખુદ માટે ક્યારેય નથી વાપરતી. આપણે ત્યાં સ્ત્રી માટેનો સમાજ અલગ છે,બસ એક જ શીખવવામાં આવ્યું છે કે સહન કરવું એ સ્ત્રીઓનું હોવાનો પુરાવો છે. વર્ષોથી ચાલી રહ્યું છે અને ચાલતું રહેવાનું છે. રામાયણમાં સીતા અને મહાભારતમાં દ્રૌપદી જેને અસહ્ય પીડા વેઠવી પડી છે, તે બધી સ્ત્રીને સીતા જ કેમ બનવું પડે? એને પણ બુદ્ધ બનવું ગમે છે પણ ક્યાંક સમાજ અને જવાબદારી વચ્ચે દબાઇ જાય છે. બુદ્ધની જેમ બધું છોડીને જાય તો સમાજ તેની અવનવી વાતો કરે જેટલા મોઢા એટલી વાતો થાય પણ એવું કોઈનાં વિચારે કે, હા એ પણ તેની ખુદની શોધમાં ગઈ હશે .બુદ્ધ પાછા ફરે તો તેને ભગવાનનું રૂપ અપાય ને જો સ્ત્રી પાછી ફરે તો તેને અગ્નિ પરીક્ષા આપવી પડે ...
...આવું કેમ? બોલો આવું કેમ??
Patel Nirupa 'ચાતક'

Gujarati Blog by Patel Nirupa ચાતક : 111661356
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now