Gujarati Quote in Blog by Nidhi_Nanhi_Kalam_

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઓય પાગલ, સાવ ડોબો છે તુ......
શું કીધુ શું...???
ખરેખર પાગલ જ છે તું.... પણ તને ખબર છે ? એકદમ ધીમે થી જ્યારે તું મને પાગલ કહે છે ને... ત્યારે સાચે જ આ દુનિયા ભુલી ને બસ પાગલ થ​વા નુ મન થાય છે...
જો તને... એક વાત કહું ???
મારી પાસે તારી ઘણી એવી યાદો છે જે તારા માટે કશું જ નહીં હોય પણ મારા માટે બધુ જ છે...
જેમ કે..ક્યારેય તારા ખોળામાં માથું રાખીને આ દુનિયાથી બેખબર થઇ જવાની મને આઝાદી નથી મળી.
પણ જ્યારે જ્યારે તારી સાથે વાત થાય છેને ત્યારે ખુદ આઝાદ છુ એવુ ફીલ થાય છે....
તારી આંગળીઓ જયારે મારી અસ્તવ્યસ્ત લટોને સરખી કરવાની મથામણ કરે છેને ત્યારે એમ થાય કે બસ સમય અહીં જ રોકાઈ જાય.
ક્યારેક કોઇ વાત પર મન ઉદાસ હોય અને તુ એમ કે'ને કે અરે ઉદાસ કેમ છે હુ છુ ને તારી સાથે... ત્યારે મારી વહેતી આંખોને જાણે તારી છાતીની હૂંફ મળી જાય છે... ક્યારેક રાત્રે અચાનક આંખ ખૂલે ત્યારે એક વાર ફરી તારા મેસેજ થકી તને સ્પર્શી લેવાની મને આદત પડી ગઈ છે,
હુ અડધી રાત્રે મેસેજ કરુ અને તુ જવાબ આપે ત્યારે તો મારી લાગણીઓમાં પુર આવી જાય છે...
તારી ગેરહાજરીમાં તારી હાજરી શોધવાની પણ એક મજા છે... ત્યારે પણ આંખ બંધ કરીને તને તાદૃશ જોઇ લેવા નો અવસર હુ ચુકતી નથી... કેમ કે તું મને એકલી મુકતો જ નથી.
તુ એમ પુછે ને કે ચલ ચા પીવા.. ત્યારે વાત કરતા કરતા ચાના દરેક ઘુંટડા ગણવા મને ગમે છે...
તારી જોડે સૂર્યોદય કે સૂર્યાસ્ત જોવાની ઘટનાઓ નથી ઘટી ..
તો પણ બન્ને વિરુધ્ધ સમયમાં પણ સમય કાઢીને એકબીજાને શોધી લઈએ છીએ ને ત્યારે હું સૌથી વધારે લકી ફિલ કરું છું ...
કોઇ ઋતુ પણ સાથે નથી માણી...
તો પણ દરેક મૌસમમાં તું મારી લગોલગ રહ્યો છે.
ખબર છે, એકેય તહેવારમાં તારા રંગે હું રંગાવવાની નથી.
પણ દરેક તહેવારમાં સૌથી પહેલાં તારી વિશનુ મહત્વ રહ્યુ છે.
તારા નામની સાથે મારું નામ ક્યારેય જોડાવવાનું નથી...
પણ મારા તો દરેક શબ્દ તું જ લખાયેલો રહેવાનો છે...
ક્યારેક તુ તકલીફમા હોય, અને હુ પાસે ના હોઉં... ત્યારે સાચે જ ખુદ પર અફસોસ થઇ જાય છે...Nidhi
આમ જોવા જઈએ તો મારી જિંદગીમાં તુ ક્યાય નથી...છતાં તું છે... અને તું જ છે... બધે જ...

Gujarati Blog by Nidhi_Nanhi_Kalam_ : 111661277
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now