Gujarati Quote in Poem by Amisha Malvaniya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માં સરસ્વતીનાં પ્રાંગણથી શરુ થતી ભૂમિ
માં શારદે નાં ખોળે એ ધરતી કવિ બોટાદકર નામ થી ઝૂમી

ફૂલોની પાંખડી ને ઉડાન આપવાની એ કડી
દરેક નાં વ્યક્તિત્વને અલગ નામ આપવાની જાદુઈ છડી

કક્કા થી લઈને કારકિર્દી બનાવાની સફર
ભટકેલાને રાહ દેખાડવાનું વિશ્વાસ નું એ નગર

સેવાકીય કાર્યો ની થાય છે અહીંયા વૃદ્ધિ
સોળેકળાએ ખીલી તેજસ્વી તારલાઓની સિદ્ધિ

શિસ્ત - શિક્ષણ ને જ્ઞાન નું એ ઉપવન
વૃક્ષો થી શોભે છે આ સુંદર ભવન

ધર્મ જાતિ ની નથી કોઈ ભેદરેખા
સ્વપ્ન ને સાકાર કરવાની આ છે સુરેખા

જનની નાં ખોળે શીખેલી કલમે લખું છું
કવિશ્રી બોટાદકર કોલેજ ની યાદોને રચું છું

Gujarati Poem by Amisha Malvaniya : 111661262
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now