Gujarati Quote in Poem by Dr. Brijesh Mungra

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અમરપ્રેમ
પ્રેમ છે નાજુક તાંતણ ની દોર ,એ છે જન્મો ની પ્યાસ ,
રોજ તૂટે ને ફરી જોડાય છે પ્રેમ નું અલીગું અવકાશ ......(૧)
પ્રેમ છે મધુરું સંગીત સૃષ્ટિનું ,એનો છે અલગ એહસાસ ,
અવનવા રૂપે મળે ફરી ફરી ને, છે પ્રેમ ની એ કમાલ.....(૨)
રાંજા રાંજા કરતી રહી એ હીર નો પ્રેમ મહાન ,
તોરલ નાં સંગાથે તર્યો ભવસાગર,એ હતું જેસલ નું ગુમાન ..........(૩)
નવા રૂપે આવે છે ફરી ફરી લઈને નવી દાસ્તાન ,
વિખેરાય ને છેડે છે હમેશ ,એ છે પ્રચંડ પ્રેમ નો નાદ ....(૪)
સૃષ્ટિ મા થાય ભલે લય પ્રલય ,પણ પ્રેમ છે સાતત્ય નું દ્વાર,
નાશ નથી એ તો અમર છે ,એ છે જગ માં એની વિસાત ....(૫)
અધૂરા રહી મેં ઝીલ્યું એ અમૃત, છે અલગ જ એનો સ્વાદ ,
ભલે જગ કહે ઉન્માદી મને ,એની છે આ અવની માં અનેરી મીઠાશ ...(૬)

Gujarati Poem by Dr. Brijesh Mungra : 111661254
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now