પ્રેમ નો સ્પર્શ
નયનો ની સામે તમે આવો છો જયારે ,
દિલ ની અધુરપ પુરાઈ છે ત્યારે ....
સદાય મુસ્કરાતા મારા ચેહરા પર,
આંખો માં નજાકત આવે છે ત્યારે ....
મન ઈચ્છે છે હરપળ સંગ હોઉં તારા ,
વસંત ઋતુ આવે છે જયારે......
હૈયે હેત ઉભરાય છે મારા ,
તારા ગાલ માં ખંજન પડે છે જયારે .....
નિહાળું છું તારી નીખરતી સુંદરતા ,
તને ચાંદની રાતમાં જોઉં છું જયારે ...
નિરંતર અનુભવું છું તારા પ્રેમ નો એહસાસ,
સ્વપ્ન માં પણ ભલે હોઉં છું જયારે .......
ડૉ. બ્રિજેશ ડી . મુંગરા