હું ક્યાં કહું કે તું મને પ્રેમ કર!
તું એકવાર વાદળ બની વરસ.
હું ક્યાં કહું કે તું મને પ્રેમ કર!
તું એકવાર તો ફુલ બન સરસ.
હું ક્યાં કહું કે તું મને પ્રેમ કર!
તું એકવાર તો હસી લે મરક.
હું ક્યાં કહું કે તું મને પ્રેમ કર!
તું એકવાર તો વિચાર જરીક.
હું ક્યાં કહું કે તું મને પ્રેમ કર!
તું એકવાર ચાતક બની તરસ.
હું ક્યાં કહું કે તું મને પ્રેમ કર!
તું એકવાર ઝરણું બની સરક.
હું ક્યાં કહું કે તું મને પ્રેમ કર!
તું એકવાર તો ખુદને ઓળખ.
હું ક્યાં કહું કે તું મને પ્રેમ કર!
તું એકવાર તો દિલથી હરખ.
@Harry Solanki