વિચારોની શરૂઆત ૩
૧૩/૦૨/૨૦૨૧
- ખોટી આદત કોઈ ને પણ લાગી શકે જરૂરી નથી તેના માટે કંઈક અઘટિત બન્યું જ હોય,
તમારી ખોટી આદત છોડવાની તમારી ઈચ્છા તમારા શરીરની હાનિ ન પહોંચે એ માટે તો ન જ હોઈ શકે.
લોકો માટે જ હશે, લોકો અને સ્વના ત્રાજવામાં સ્વનું પલડું ભારે છે.
આ સ્વ માટે કોઈપણ કાર્ય મુશ્કેલ નથી.
- એણે કહ્યું, હવે પછીની તમારી જિંદગી મારી, મેં સ્વીકારી પણ લીધું. આજે મારી જિંદગી તો એની જ છે પરંતુ તેને એની જરૂર નથી.
- વચન આપતા પહેલા લાખ વખત વિચાર કરનાર વ્યક્તિ ક્યારેય ખોટા નિર્ણય લેતો નથી.
ખોટા નિર્ણય થી એક સમય એવો પણ આવે છે જ્યારે એવું લાગે,
ચા થી બળેલ પાણી પણ ફૂંક મારીને પીવે.
- કોઈને સમજવા માટે તેની ભૂતકાળની સચ્ચાઈ જાણવી અને વર્તમાનની ખબર રાખવી.
- ખરાબ ખોટામાં ફરક ફક્ત બે વ્યક્તિ જેટલો છે.
એકના માટે સારું બીજા માટે ખોટું.
- દરરોજ એક કામ એવું કરો જેનાથી ડર દિલથી ધબકીને આવે.