Gujarati Quote in Poem by Urvashi Trivedi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ન હોય

ધીમું ધીમું બળશે પણ ખબર નહીં પડે,
આ હૃદય છે તેનો ધુમાડો ન હોય.

નક્કી મનના મકાનના ચણતરમાં આંસુ રેડાયા હશે,
બાકી હરખનું મકાન આટલું પાકું ન હોય.

અશ્રુઓ એકલતામાં સુકાઈ ગયા લાગે છે,
નહીં તો રાખની નીચે ધખધખતો અંગાર ન હોય.

જેને ટૂંટિયું વાળીને સૂવાની ટેવ હોય,
તેની ચાદર ક્યારેય ટૂંકી ન હોય.

નક્કી શબ્દો શાહીમાં ભીંજાયા નથી,
નહીં તો કાગળો આમ તેમ રઝળતા ન હોય.

નદી કિનારેથી તરસ્યા ફરનાર ને,
ઝાંઝવાના જળની આશ ના હોય.

ફૂંક મારવાથી ઓલવાઈ તે દીવો હોય,
સુગંધ ધરાવતી અગરબત્તી ના હોય.

ઉર્વશી એચ ત્રિવેદી

Gujarati Poem by Urvashi Trivedi : 111660403
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now