ચા થી વધારે મને જોવાની તલબ તને લાગે તો માનુ કે તને મારી ચાહ છે,
ચા પહેલા સવારમા તને યાદ હું આવુ તો માનુ કે તને મારી ચાહ છે,
ચા ને મારા મા પહેલી પસંદગી મારી હોય તો માનુ કે તને મારી ચાહ છે,
ચા પીવાનુ ભુલી ને તુ મારી સાથે વાતો કર તો માનુ કે તને મારી ચાહ છે,
ચા ના કપ મા હું તને દેખાવ તો માનુ કે તને મારી ચાહ છે,
ચા તારી ઠંડી થાય મને જોવામા તો માનુ કે તને મારી ચાહ છે...

Gujarati Shayri by Piyu : 111660234
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now