Gujarati Quote in Romance by Sonal

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રતિબિંબ


હા.. હું પ્રેમમાં પડી છું. ☺️

આટલા વર્ષે કદાચ મને ફરી પાછો સાચો પ્રેમ થયો છે. મને નવાઈ લાગે છે કે કેમ મેં આ પ્રેમને અણદેખો કરીને તિરસકાર્યો, અવગણ્યો .શા માટે મેં એના તરફ ધ્યાન નહીં દીધું ? 🤔

પ્રથમ નજરે તો હું ઓળખી ના શકી.. કે આ એ જ છે જેને હું પહેલા બહુ જ પ્રેમ કરતી હતી? એની અત્યારે કેવી અવદશા છે..સફેદ વાળ આવી ગયા છે, આંખો ઊંડી ઉતરી ગઈ છે અને કાળા કુંડાળા થઈ ગયા છે. હાથ ઉપર નસ ઉપસી આવી છે, હથેળીઓ ખરબચડી થઈને ઘસાઈ ગઈ છે.. શરીર થોડું અદોદરૂ થઈ ગયું છે, સ્મિત પણ એનું મુર્જાયેલું દેખાય છે.. એનું મન ક્યાંક ખોવાયેલું, અટવાયેલું લાગે છે..🙄

એને જોઈને છળી ઉઠી અને આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા..😭 અને હૃદયમાં એક ડૂમો ભરાયો કે આ આ... કોણ છે આ ? આંસુના પૂરમાં હૃદય અને મનનો બોજ હલકો થઇને સાફ થઈ ગયો..અને મારા સવાલનો જવાબ મળી ગયો. મકકતાથી મેં એને પ્રેમથી ફરી અપનાવીને નવેસરથી જિંદગી જીવવાનું વચન આપ્યું🙂

એના દરેક સપના પુરા કરવા હું સાથ આપીશ. 🤗આખરે તો મેં એ પ્રેમને પાછો અપનાવ્યો છે. એની દરેક ઈચ્છા પૂર્ણ કરીશ. સુખદુઃખની સાથી બનીને જિંદગીભર સાથ નિભાવીશ. સદાય ખુશ રાખીશ. 🙂

મારા આ પ્રેમ સાથે પુનઃ મેળાપ કરાવવા માટે હું અરીસાની ઋણી છું..
હા... મારું પ્રતિબિંબ જોયું આજે અને હું ફરી એકવાર મારી જાતના પ્રેમમાં પડી છું. 😍

💓 હેપ્પી વેલેન્ટાઈન ટુ મી... !!!💓

#મારીરચના

Gujarati Romance by Sonal : 111660136
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now