પર્લ ની માધવ ને કરાયેલી પ્રસ્તાવ ની માંગણી નો માધવ કંઈક આમ ઉત્તર આપે છે.....
તારા સુખ માં તને નાચતી જોવી,
'ને તારા દુઃખ હળવા કરવા તો હું છું,
મિત્ર હોય જ તો સદાય પડખે ઉભો રહેવા,
તો સખી, આ પ્રસ્તાવ નો સ્વીકાર હું પ્રસ્તાવ વિના જ કરી ચુક્યો છું....
તારા પ્રિય થી ઉપર હું છું એ જાણી તારી મિત્રતા ને પાવન માનું છું,
તારી દુનિયા ચાહવાનું કારણ ખુદ છું તે જાણી કંઈક ઘેલો બની જાઉં છું,
પ્રત્યક્ષ તો ભણાવી શકું એમ નથી પાઠ તને તો ગીતા ભેટ આપી જાઉં છું,
તો સખી, આ પ્રસ્તાવ નો સ્વીકાર હું પ્રસ્તાવ વિના જ કરી ચુક્યો છું....
તારી ચિંતા ને ટાળવી તો કામ છે મારું,
'ને આ શ્યામવર્ણી હાથ પણ ખીલી ઉઠી છે તારા અશ્રુ સ્પર્શ થી,
જીવતા શીખે છે તું મારી પાસેથી એ તારી શ્રદ્ધા મને ઘણી પ્યારી લાગે,
તો સખી, આ પ્રસ્તાવ નો સ્વીકાર હું પ્રસ્તાવ વિના જ કરી ચુક્યો છું....
મને પણ તું પ્રિય છે,
મૂલ્ય તારું ખરેખર અમૂલ્ય છે,
તારું ધ્યાન રાખવું ઘણું પ્યારું છે મને,
તું મારી સખી જ છે પર્લ,
આ પ્રસ્તાવ નો સ્વીકાર હું પ્રસ્તાવ વિના જ કરી ચુક્યો છું....
-તારી જિંદગી નો સર્વઉપરી તારો માધવ