સ્પષ્ટ મોઢા પર જે કહેવું હોય તે કહી દે
આમ ખોટા વચનો સાંભળવાનું મને નહી ફાવે.
સૂકાં પાંદડાં તો ખરી જ જતા હોય છે પાનખરમાં
આમ લીલાં પાંદડાં ને તોડવાનું મને નહી ફાવે
દુઃખોના પહાડોને પણ ઓળંગી જઈશું
આમ બીજાના પેટ પર પાટું મારી સુખી થવું મને નહી ફાવે
જે કહેવું હશે તે સીધે સીધું તને જ કહીશ
આમ બીજાના મોઢે ચાપલૂસી કરવાનું મને નહી ફાવે
સામી છાતીએ હસતા મોઢે ઘા જીલી લઈશું
આમ પીઢ પાછળ ઘા કરવાનું મને નહી ફાવે
કાં સમર્પિત થા કાં છોડી દે સાવ
આમ અસમંજસ માં રહેવું મને નહી ફાવે
✍️પ્રેમ - આનંદ