મારા સુખ માં આવતો પ્રથમ વિચાર છે તું,
મારા દુઃખ માં તું સાથે હોવાનો વિશ્વાસ છે તું,
મારી પળે પળે મારી પડખે રક્ષા કરનાર સતત છે તું,
તો મારી મૈત્રી નો સ્વીકાર કરવા ક્યારે આવે છે તું!?
પ્રિય ને યાદ કરતા પહેલાં પણ છે તું,
દુનિયા ને ક્યારેક અવગણતાં તારી ગણી ચાહવા નું કારણ છે તું,
ગીતા ના પાઠ થી જિંદગી સરળ બનાવે છે તું,
તો મારી મૈત્રી નો સ્વીકાર કરવા ક્યારે આવે છે તું!?
ચિંતા માં આશ્વાસન આપવા છે તું,
દિલ તૂટતાં મારા અશ્રુ દૂર કરવા છે તું,
પળે પળ મને ફરી જીવતી કરી ઉત્સાહ ભરી દેતો એક માત્ર છું તું,
તો મારી મૈત્રી નો સ્વીકાર કરવા ક્યારે આવે છે તું!?
મારા માટે તું છું સર્વ ઉપરી,
તારા માટે પણ હું કંઈ મૂલ્યહીન તો નથી જાણું છું,
ધ્યાન રાખી લેતો હોય જો આટલું કાળજીભર્યું,
તો મારી મૈત્રી નો સ્વીકાર કરવા ક્યારે આવે છે તું!?
-તારી મૈત્રી ના સ્વીકાર ની રાહ જોતી તારી સખી (પર્લ)