ગંગાસતી ની વાણી...૩૫
🌻🌻🌻🌻🌻🌻🌻
મેદાનમાં જેણે મોરચો માંડ્યો ને,જેણે પકડ્યો વચનનો વિશ્વાસ રે
ચૌદ લોકમાં કોઈથી બીએ નહિ રે,થઈ બેઠા સદગુરુના દાસ રે
મેદાનમાં...
ભાઈ રે !
સાન સદગુરૂની જે નર સમજ્યો રે,તે અટકે નહિ માયા માંય રે
રંગરૂપમાં લપટાય નહિ રે,જેને પડી ગઈ વચનની છાંય
મેદાનમાં...
ભાઈ રે !
રહેણીકહેણી એને ટંકશાળ કહીએ રે,એ તો ડગે નહિ જરાય રે
વચન સમજવામાં સદાય પરીપૂરણ,તેને કાળ કદી નવ ખાય રે
મેદાનમાં...
ભાઈ રે !
સોઈ વચન સદગુરુજીના ઘરના રે,ગમ વિના ગોથા ખાય રે
ગંગાસતી એમ બોલિયાં રે,વચન ન સમજ્યા નરકે જાય રે
મેદાનમાં..
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻