ગંગાસતી ની વાણી...૩૬
🍂🍂🍂🍂🍂🍂🍂
મનવરતી જેની સદાય નિર્મળ રે,તે પડે નહીં ભવસાગર માય રે
સદગુરુ ચરણમાં જેનું ચિત્ત મળી ગયું,તેને લાગે નહિ માયા કેરી છાંય રે
મનવરતી...
ભાઈ રે !
પિતૃ, ગૃહદેવતા કોઈ નડે નહિ એને રે,જેનું બંધાણું વચનુમા ચિત્ત રે
આવરણ એકે એને નડે નહિ રે,જેનું વિપરીત નથી મન રે
મનવરતી....
ભાઈ રે !
મટી ગઈ અંતરની આપદા રે,જેને સદગુરુ થયા મેં'રબાન રે
મન,કર્મ થકી જેણે વચન પાળ્યું રે,એણે મેલ્યું અંતરનું માન રે
મનવરતી...
ભાઈ રે !
હાણ ને લાભ જેને એકે નહિ ઉરમાં રે,જેને માથે સદગુરુનો હાથ રે
ગંગાસતી એમ બોલિયાં રે,તેને મળિયા ત્રિભોવન નાથ રે
મનવરતી....
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻