**************************************
રણમાં રઝળાવે , ઝાંઝવા, એમ છળતો હોય છે
ખાલી દરિયો આખમાં, ખાલી ઉછળતો હોય છે
લઈ અરિસો હાથમાં, મલકાય એને શું ખબર?
સમય બળતા મીણનો, ચહેરો ઓગળતો હોય છે
કુરનીશ કરતા કાયમ ,અજવાળા શીશ ઝુકાવી-
એની કબર પર સાવ ઝાંખો દિવો બળતો હોય છે
આતુર થઈ ને પગલાં દોડે, ટપાલ સમજી આંગણ
ખાલી થેલો કાગળ શોધે? આંખને છળતો હોય છે
બરફ સરિખો જડભરત, જે રાતને જીવન ગણતો
સુરજ સામે થરથર કાંપી કેવો ગળતો હોય છે?
'નજર' ભરીને જોઈ લેજો પાછળ છૂટતા દ્રશ્યો
સમય ગયો જે સરી, ફરી ના પાછો વળતો હોય છે
*************************************
-દિનેશ પરમાર 'નજર ' (૦૯-૦૨-૨૧)