ગંગાસતી ની વાણી...૪૦
🥀🥀🥀🥀🥀🥀🥀
ચરણ : ૫ (આ પદનું અંતિમ)
ભાઈ રે !
નારદ કહે માગો માગો તમે રે,માગીએ એક વચન રે
મોહમાયા અમને નડે નહિ ને,સદાય હરિ પ્રશન રે
મોહજીત...
ભાઈ રે !
એવું કંઈ મળે નહીં રે,જેની માયા દૂર થઈ જાય રે
તો તમને માયા કેમ નડે નહિ,જેને સંકલ્પ વિકલ્પ મનમાય રે
મોહજીત...
ભાઈ રે !
એવો ઇતિહાસ મેં તમને કીધો રે,જેના ચિત્ત ગળ્યા ભક્તિમાંય રે
સદગુરુને શીશ સોંપ્યા રે,એને નડે નહિ બીજું કાંઈ રે
મોહજીત...
ભાઈ રે !
આ ઇતિહાસ કોઈ સાંભળે રે,તો થાય હરીનો દાસ રે
ગંગાસતી એમ બોલિયાં રે,એને આવે પુરણ વિશ્વાસ રે
મોહજીત...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻