જીવન જીવતાં આવડવું જોઈએ, સબંધો સિવતાં આવડવું જોઈએ ! અમૃત નહિ મળે રોજ બરોજ, ઝેર પીતાં પણ આવડવું જોઈએ ! વાત વાતમાં રૂઠવું સારું નહિ, સહન કરતા પણ આવડવું જોઇએ ! અક્કડ ઝાડ વહેલું તૂટી જાય, થોડું નમતાં પણ આવડવું જોઈએ ! બધું કંઈ પચી ના જવાય, થોડું વહેંચતા પણ આવડવું જોઈએ ! બેઠાડું જીવન શ્રાપ છે, થોડું કમાતા પણ આવડવું જોઈએ ! જ્ઞાન ની ચોપડીઓ અચૂક વાંચો, થોડાં ચહેરાં વાંચતા પણ આવડવું જોઈએ ! કહે ‘અંજાન’ વસમું છે આ જીવન, એને મૃત્યુ સુધી માણતા પણ આવડવું જોઈએ.
😊
: અશોક ચાવડા
-Ashok Thakor_Anjan