Gujarati Quote in Motivational by Tushar PateL

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભગવાને એકવાર એક ખીલી પાણીમાં નાખી તો ખીલીનું શું થયું??  તે ખીલી ડૂબી ગઈ.


પછી બીજીવાર ભગવાને લાકડું નાખ્યું તો શું થયું ?? તે લાકડું તરવા લાગ્યું.


જોનારા બધાએ ઉત્તર આપ્યો કે આતો કોમન છે. આમા નવું કે ચમત્કાર જેવું શું થયું??


ત્યારે ભગવાને ડૂબી ગયેલી ખીલીને લાકડામા હથોડા વડે જોડી દીધી પછી એ લાકડું પાણીમાં નાખ્યું તો લાકડા સાથે ખીલી પણ તરવા લાગી.


ભગવાને બધાને સમજાવતાં કહ્યું કે આ સંસાર સાગરમાં આપણે રહીએ છીએ એટલે કોઇ દીવસ કોરા નથી થવાના પરંતુ જો ભગવાન સાથે જોડાઈ જઈએ તો આપણે માયા તરી જઈએ. ભવપાર થઈ જઈએ.


કોઈપણ રીતે કોઈપણ સંજોગોમાં ભગવાન સાથે જોડાયેલા રહેવું.


આપણે સહુ ખીલ્લી જ છીએ, સમજાય તેને    
         
*જય શ્રી કૃષ્ણ*

Gujarati Motivational by Tushar PateL : 111658697
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now