👉 *" વિપત્તિના સમયે માણસને સૌથી મોટી આશ્વાસનની જરૂર હોય છે. આશ્વાસનથી હિંમત આવતી હોય છે.* *હિંમતથી જીવન જિવાતું હોય છે. હિંમત વિના માણસ ભાંગી પડતો હોય છે. દુ:ખના દિવસો બહુ લાંબા અને બિહામણા હોય છે.* *આવા સમયે સાચા-ખોટા સંબંધોની કસોટી થતી હોય છે.*
*સાચાં સ્વજનો તરત જ આશ્વાસન આપવા અને મદદ કરવા પહોંચી જતાં હોય છે. ખોટા લોકો મોઢું છુપાવતા હોય છે અને દુર્જનો દાઝ્યા ઉપર ડામ દેતા હોય છે.*
*_લગ્નપ્રસંગે, મરણપ્રસંગે, વિપત્તિપ્રસંગે, બીમારીપ્રસંગે સ્વજનને મળવા હજાર કામ પડતાં મૂકીને પણ જવું જોઈએ._*
*આવું કરનારા વિશ્વસનીય સંબંધી બનતા હોય છે. આવા ખરા સમયે મોઢું ન બતાવનારા કાચા અને સ્વાર્થી સંબંધી હોય છે.* "
*(મહાભારત-સાર-2013)*