Gujarati Quote in Blog by Vikramsinh mori

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"આંધળો પ્રેમ.?"


"પ્રેમ આંધળો નથી હોતો સાહેબ,
પ્રેમને ના સમજનારા લોકો આંધળા હોઇ છે."
-વિ.જે.મોરી
પ્રેમ ને લોકો આંધળો કહેછે. પરંતુ પ્રેમ ને સમજી ના શકનારા લોકો પોતે આંધળા હોઈ છે.પ્રેમ આંધળો નથી તેવું સાબીત કરતી આ વાર્તા એક પ્રેમ કહાની ની છે.
અમદાવાદ માં રહેતી રીયા નામ ની છોકરી બધી વાતમાં ગુણવાન,દેખાવડી અને સંસ્કારી છોકરી હોયછે. પરંતુ તેમના રૂપ માં એક કલંક(ડાઘ)હોયછે.તેમના ડાબા ગાલ પર કૉલેજ સમય ના એક અકસ્માત માં એસિડ ના હુમલા ના કારણે તેમને પોતાના રૂપ પર જાણે હંમેશા માટે ગ્રહ્મ લાગી ગયું હોય.પોતાની સોસાયટી અને જોબ ની જગ્યા પર પોતાના કદરૂપા ના કારણે હંમેશા અપમાન ભરી નજરે લોકો જોતા હતા. આમ તેમની જીંદગી માં બીજું કોઈ આવે કે તેમને અપનાવે તેવી રીયા એ આશા મૂકી વાળી હતી.
સમય ને જતા વાર ક્યાં લાગેછે આમ રીયા ના અકસ્માત થયા ને ૨ વર્ષ થવા આવ્યા,પરંતુ રીયા તે દિવસ ને કેવી રીતે ભૂલી શકે ? કે જેમની જિંદગી જીતાજી નરક સમાન બની ગઈ.રીયા પોતાના સાથે થયેલા અપમાન અને આખા દિવસ ની વાતો પોતાની ડાયરીમાં લખતી હોયછે.
વેલેન્ટાઇન ડે પર રીયા બીજા કપલ (છોકરા,છોકરી) ને એક ગુલાબ આપીને હેપી વેલેન્ટાઈન ડે કહી શુભેચછાઓ આપીને પોતાની ડાયરીમાં કપલ ની ખુશી,પ્રેમ,ની વાતો ને ઉતારતી હોયછે.
રીયા આ બધા લોકો ને જોઇને પોતાની જાતને કોષતી હોઈ છે કે.તેમને એવો પ્રેમ ક્યારેય નહી મળે.
આમ રીયા પોતાની ડાયરી બંધ કરી મનમાં દુઃખી થયેલી મોલ ની બેન્ચ પર બેઠેલી હોઈ છે. રીયા ની નજર નીચે જુકેલી હોયછે. ત્યાં કોઈ હાથ ગુલાબ પકડેલ રીયા ની સામે આવેછે.રીયા ઉપર ની બાજુ નજર કરીને જુવે છે. ત્યાં એક સુંદર,દેખાવડો, છોકરો રીયા ને હેપી વેલેન્ટાઈન ડે કહેછે. રીયા ની અખોમાં આસુ આવી ગયા,રીયા ગુલાબ ને પોતાના હાથ માં લઇ અને રીયા દબેલા અવાજ માં કહેછે. થેંક યુ…
આમ એક સુંદર છોકરી એ નાં કહેવાથી એસિડ થી તેમના ચહેરો ને બગાડી નાખવો તે આંધળો પ્રેમ કહેવાય કે, કદરૂપો ચહેરો હોવા ની જાણ હોવસતા તેમને પ્રેમ આપવો? આમ પ્રેમ આંધળો નથી હોતો સાહેબ, પ્રેમને ના સમજનારા લોકો આંધળા હોય છે.
© લેખક-વિ.જે.મોરી
Info.ycmad99@Gmail.com

Gujarati Blog by Vikramsinh mori : 111656774
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now