જીવડા તુજને હરિ ભજવાનું મળ્યું ટાણું રે
જીવડા તારું પલમાં વહી જાશે વાણું રે,
જીવડા તે તો ભેળું કીધું ખૂબ નાણું રે
જીવડા તારું ઓચિંતું આવશે આણુ રે
જીવડા તું તો માયાની જાળમાં ફસાણો રે
જીવડા તારી સાથે નહીં આવે એક દાણો રે,
જીવડા તારા ભર્યા રહેશે ભંડાર રે
જીવડા તારી સાથે નહીં આવે તલભાર રે,
જીવડા તુજને હરી ભજવાનું મળ્યું ટાણું રે
જીવડા તું તો બાંધી લે પુણ્યની પાળ રે
જીવડા તારો રામ થશે રખવાળ રે,
જીવડા તારા મનમાં ઘણું અભિમાન રે
જીવડા તું તો સગા વ્હાલામાં ભુલ્યો ભાન રે,
જીવડા તુજને હરી ભજવાનું મળ્યું ટાણું રે
જીવડા તું તો પ્રભુ ભજન કર ભાવે રે
જીવડા આવો અવસર ફરી ફરી ના આવે રે,
જીવડા તારા વાહે કોપી રહ્યો કાળ રે
જીવડા તે તો સમર્યા નહીં નંદકુમાર રે,
જીવડા તુજને હરી ભજવાનું મળ્યું ટાણું રે
જીવડા તુજને સદગુરુ સમજાવે રે
તોયે તુજને જ્ઞાન જરીયે ન આવે રે,
જીવડા તું તો સમરણ કરી લેજે સાચું રે
જીવડા તુજને હરી ભજવાનું મળ્યું ટાણું રે
જીવડા તુજને હરી ભજવાનું મળ્યું ટાણું રે