Gujarati Quote in Motivational by Viraj Kavaiya

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

" બાપની મોજડીમાં દીકરાનો પગ "

આમ તો ઘણી વાર આ શબ્દો જયારે આપણે વડીલ વ્યક્તિઓ સાથે બેઠા હોઈએ ત્યારે અવાર નવાર સાંભળવા મળતા હોય છે. હવે દીકરાનો પગ બાપની મોજડીમાં આવવા લાગ્યો છે. એટલે હવે દીકરાના પીળા હાથ કરવા પડશે.
આ વાતમાં વધારે મહત્વ જવાબદારીને આપવામાં આવ્યું હોય છે.
દીકરો નાનો હોય ત્યાં સુધી પિતાની માથે ઘરની બધી જ જવાબદારી હોય છે, એ જવાબદારી ઓછી કરવાનો સમય થઇ ગયો હોય છે. તેના દીકરાને હવે સમાજનું નાનું મોટું કામમાં મોકલવામાં આવે છે. જેના લીધે સમાજમાં એના દીકરાની પણ એક નવી ઓળખ ઉભી થાય છે.
આ જીવનનો એક એવો સમય હોય છે. જેમાં બાપ દીકરા વચ્ચે હવે પહેલા જેવો વ્યવહાર રહેતો નથી. તેમાં હવે ઘણા બધા સુધારા જોવા મળતા હોય છે. પહેલાની જેમ હવે દીકરો બાપની સાથે વાત કરવામાં પણ ડર અનુભવતો નથી. અમુક ઘરના એવા નિર્ણયોમાં બાપ દીકરો સાથે મળીને લેતા હોય છે. એવી પરિસ્થિતિ થઈ ગઈ હોય છે.
થોડી ઘણીં દીકરાને હવે જવાબદારી સોંપવામાં આવે ત્યારે તેમની રહેણી કહેણી હવે બે મિત્રો જેવી થઇ ગઈ હોય છે.
ધીરે ધીરે બાપ એના દીકરાને બધીજ જવાબદારી સોંપી દેતા હોય છે. અને તેના પિતાનો કારોબાર પણ હવે દીકરાને સોંપી દેવામાં આવે છે.આવી રીતે વ્યક્તિ ધીરે ધીરે જવાબદાર બનતો જાય છે.
© વિરાજ કવૈયા
( કલમના કિનારે )

Gujarati Motivational by Viraj Kavaiya : 111655102
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now