અપેક્ષાઓ રાખી'તી અંગત માનીને
ભ્રમણા તુટી જ્યારે વાદળો હાટયા
વાતો કરી'તી મન મૂકીને મુક્ત હૃદયે
ભંગ થતા રહી ગયું જ્યારે બુદ્ધિ આવી
વિશ્વાસ મુક્યો'તો આંખો બંધ કરી
દંગ રહી ગઈ જ્યારે આંખો ખુલી
ખૂબ બોલતી'તી પોતાના માનીને
સ્તબ્ધ બની જ્યારે એક ક્ષણ મૌન રહી
મદદે દોડતી'તી સ્વજન માનીને
દૂર શું ગઈ નજરે આવ્યા સૌના દીદાર
ખર્યા'તા આંસુ બની લાગણી ના ફૂલડાં
ને સમેટાઈ ગઈ કવિતા બની ક્ષણમાં
-Shree...Ripal Vyas