હું પણ ક્યારે મોટી થઈ ગઈ એની મને પણ ખબર જ઼ ન પડી
પપ્પા ના ખોળામાં રમતા રમતા હું પણ ક્યારે
આંગળી પકડી ચાલવા લાગી એની મને પણ ખબર જ઼ ન પડી
મમ્મી ની સાડી પહેરતા પહેરતા હું પણ ક્યારે
સાડી પહેરવા લાગી એનીમને પણ ખબર જ઼ ન પડી
ભાઈઓ સાથે રમતા રમતા હું પણ ક્યારે
ભાઈઓ ને માન આપવા લાગી એની મને પણ ખબર જ઼ ન પડી
ભાભી અને બહેનો સાથે મજાક મસ્તી કરતા કરતા
હું પણ ક્યારે કોઈ ની ભાભી બની ગઈ એની મને પણ ખબર જ઼ ન પડી
વાત વાત માં લડાઈ ઝઘડા કરતા કરતા
હું પણ ક્યારે વાત સાંચવતા શીખી ગઈ એની મને પણ ખબર જ઼ ન પડી
સસરા અને પિયર ની મર્યાદાઓને જાળવતા
હું પણ ક્યારે શીખી ગઈ એની મને પણ ખબર જ઼ ન પડી
વ્હાલ અને પ્રેમ સાથે જવાબદારી ઓને પણ નિભાવતા
હું પણ ક્યારે શીખી ગઈ એની મને પણ ખબર જ઼ ન પડી
સમયનું આ ચક્ર ક્યારે ઝડપ થી પસાર થઈ ગયું
એની મને પણ ખબર જ઼ ન પડી
હું પણ ક્યારે મોટી થઈ ગઈ એની મને પણ ખબર જ઼ ન પડી
હેતલ જોષી... રાજકોટ