હા, એક પરબીડિયું તારા નામે મોકલાવ્યું છે ગોવિંદ!
મારી આભલા સ્પર્શવાની ઈચ્છાઓ નું,
'ને થોડું ખુદ ને ખોજવાનું,
એમ એક પરબીડિયું તારા નામે મોકલાવ્યું છે ગોવિંદ!
લપાતા વાદળો માં રહેલા એ સુરજ સમાં સુખ ના કિરણ નું,
'ને જે છે તેમાં સંતોષ માનવાનું,
એમ એક પરબીડિયું તારા નામે મોકલાવ્યું છે ગોવિંદ!
એ પર્વત ના શિખરે થી ઉંચી પ્રીત ની ચીસ પાડવાનું,
'ને નફરત ને આ દિલ માંથી કાઢી મુકવાનું,
એમ એક પરબીડિયું તારા નામે મોકલાવ્યું છે ગોવિંદ!
દરિયા ના એ મોજા સમી ઉત્સાહી જિંદગી જીવવાનું,
'ને વળી નાવ માં વિણ ચિંતા ફરવાનું,
એમ એક પરબીડિયું તારા નામે મોકલાવ્યું છે ગોવિંદ!
-PARL MEHTA