જય હિન્દ...
જય હિન્દ બોલતાં
છાતી મારી ગર્વ થી ફુલાય
જય હિન્દ બોલતાં
રોમ રોમ માં રોમાંચ થાય
જય હિન્દ બોલતાં
મસ્તક ઊંચું થાય
જય હિન્દ બોલતાં
એકતા ના દર્શન થાય
જય હિન્દ બોલતાં
દેશભક્તિ છવાઈ જાય
જય હિન્દ બોલતાં
ફોઝ ખડી થઇ જાય
જય હિન્દ બોલતાં
સૈનિક માં ઝોમ આવી જાય
જય હિન્દ નારા માં તાકાત એવી
મડદા લડાઇ લડવા ઉભા થાય
જય હિન્દ...... જય હિન્દ
જય હિન્દ...... જય હિન્દ
હિરેન વોરા
તા. ૨૬/૦૧/૨૧