જીવન જીવવા માટે કેટલી મથામણ છે,
મનમાં તો ઘણીય ગભરામણ છે,
'ડર કે આગે જીત હૈ' તો પછી..
શાની અકળામણ છે ?
નાદાની ભર્યુ કેવું રૂડું બચપણ છે,
છલકતું મલકાતું એમાં ભોળપણ છે,તો...પછી,
જવાની કેમ ચિત્રામણ છે..?
યૌવને કેટલા ઉમંગને ઉજાણી છે,
હસતું રમતું એમા જો ઘડપણ છે,તો..પછી,
કરવાની શેની ભલામણ છે..?
કુદરતનું જોને કેવું નિરીક્ષણ છે,
ડગલેને પગલે વપરાતું ડાહપણ છે,તો..પછી,
શાને કરવું કોઈ ગાંડપણ છે..?
હોય જો વિચારોની રોજ અથડામણ,
કરવું રોજ નવા વિચારોનું ઘડામણ,તો..પછી
નહીં રહે કયારેય કોઈ મથામણ ...?
-Doli Modi..ઊર્જા