આમ જોવા જઈએ તો એ મારા માટે કંઈ જ નથી
પણ આમ જોવા જઈએ તો તેના વગર હું કંઈ જ નથી... Bindu 🌺
તેને રાખવાનું મારી પાસે કોઈ કારણ તો નથી
પણ તેને છોડી દેવાની હૃદય થી ઇચ્છા પણ નથી...
આમ તો અમે ક્યારેય મળી જ નથી શક્યા
પણ આમ જોવા જઈએ તો વિખુટા જ ક્યાં પડયા હતા.. Bindu 🌺
આમ જોવા જઈએ તો તેને પામી જ નથી શકવાની
પણ તેમ છતાં તેનાથી દૂર જવાનો સતત ડર રહે છે...
આમ જોવા જઈએ તો કોઈ જ સંબંધ નથી અમારી વચ્ચે
પણ આમ જોવા જઈએ તો અમારો સબંધ અકબંધ છે...
12/01/21 Time 01:08 PM