સમેટી લાવી થોડી ક્ષણો શ્વાસોમાં,
હું પ્રકૃતિને કંઈક એવી રીતે સ્પર્શી આવી,,
સમાવી લીધુ પૂરુ આકાશ આમ હાથોમાં,
હુ હવાઓને પણ થોડુ મળી આવી,,
ધીરેથી કહ્યુ એણે મને કાનમાં,
જીવી એ ક્ષણ પછી ફરી ક્યારે મળે !
ચોરી લીધી થોડી ક્ષણો જિંદગીથી,
હુ જિંદગીને થોડી જીવી આવી,,
ભૂલાઈ રહેલા વ્યક્તિત્વ ને થોડુ પંપાળ્યું,
ને હુ ખુદને પણ થોડુ મળી આવી...