એક કપ ચા....ને તારી ધણી બધી યાદો......✍✍
સવાર ની મીઠી ચા નો એક કપ ને.....
સાથે તારી અનૈતિક ધણી બધી યાદો.....
આજે તું સાથે નથી પણ....
તારી એક એક ક્ષણ ની બધી જ યાદો.....
તું ને હું સાથે બેસતા કલાકો ના કલાકો.....
ચાય પર આપણી આખા દિવસ ની ચર્ચા ચાલતી ને....
આખા દિવસમાં ન મળતા એકસાથે.....
તેનો આંખ ભર્યો પ્રેમ એકસાથે જીવી લેતા.....
ધણા બધા પ્રોમિસીસ એકબીજા ને આપતા....
ને પુરા કરવાની કસમ પણ લેતા એકબીજા પાસેથી....
તું ને હું અને આપણી આ ચા.....
ધણુ બધુ કહી દેતી.....
વહેકહેલી ને અખુટ વાતો.....
કયારેક કયારેક ખામોશ રહીને પણ સમજી જતા....
એકબીજા ના મનની વાતો.....
તો કયારેક મીઠી તકરાર ને લડાઈ પણ....
ચા માં નીકળતી વરાળ ની જેમ બનતી....
પણ એકબીજા પર વિશ્વાસ ની ડોર હમેશાં હતીં....
જીવનની નાવ માં બેસવા હમેશાં સાથે રહેતા....
ને આજે પણ રહેત......
પણ તું આજે સાથે નથી કે તારો સાથ......
પણ તારી યાદો રહીં હમેશાં સાથે.....
સવારની મીઠી ચા નો એક કપ ને.....
સાથે તારી અનૈતિક ધણી બધી યાદો.....
✍✍💞💞💞