ખૂબ જ પ્રેમ કરે છે એ માં
અનંત લાગણીઓમાં જીવે છે એ માં
અનંત પ્રેમ કરે છે એ માં
એક કાળા ટીકા થી રક્ષણ આપે છે એ માં
તે કાળો ટીકો કોઈ સુદર્શનચક્રથી ઓછું નથી
એક જ આંગળી થી બધી સમસ્યા દૂર કરે છે માં
આપણે વર્ષો ના હિસાબે ભલે મોટા થઈએ
માં ની નજરમાં તો ત્યાં જ છીએ
શિયાળો ઉનાળો ચોમાસુ ભલે બદલાતી હોય આ ઋતુ
માં ની રુતુ તો એક જ હોય છે
રંગે ભલે હું કાળો છું
એમની નજરમાં હંસ થી રૂપાળો છુ
ગુણ-અવગુણ ખુબ મારામાં
એમની નજરમાં સર્વ સંપૂર્ણ છું
કોમલ ગઢવી.