પલકારા વગર એનું મને નીહાળવું મને પસંદ છે.
ધબકારનું અચાનક જ વધી જવું મને પસંદ છે.
વ્યાકુળ થવું અધીરાઇથી વાતો કરવા મારી સાથે,
પ્રીતસાગર પળે-પળમાં વરસાવવું, મને પસંદ છે.
માનસપટ પર વિના મર્મે સ્પશૅ કરવો મને,
લાગણીભર્યું એ વ્હાલ કરવું, મને પસંદ છે.
સમજી જવી કહ્યાં વગર મનની વ્યથા મારી,
ને ઉદાહરણ આપી સમજાવવું, મને પસંદ છે.
ખોલી જિંદગીનો વર્ણપટ નિખાલસ દિલથી,
સમય સાથે સથવારો આપવો, મને પસંદ છે.
- Binal Dudhat