તમે જ્યાં રહો ત્યાં ખુશ રહો,
તમે જ્યાં રહો ત્યાં સુખી રહો.
હું તમને પ્રેમ કરું છું હું તો માત્ર એટલું જ જાણું,
તમે મને પ્રેમ કરો કે નહિ એ હું કેમ જાણું?
હું તમને કરું છું યાદ , સતત યાદ;
તમે મને કરો છો યાદ કે નહિ એ હું કેમ જાણું?
મારી તમને કોઈ નથી ફરિયાદ,
માત્ર આવે તમારી ફરી ફરીને યાદ.
જીવનસફર ખેડવી છે તમારી સાથે ,
પણ એમાં જબરદસ્તી નહિ પણ મુક્તિ નો એહસાસ હોય એ હું જાણું.
તમે જ્યાં રહો ત્યાં ખુશ રહો,
તમે જ્યાં રહો ત્યાં સુખી રહો.
એટલીજ મારી મનશા ને ભગવાન સ્વીકારે એમ હું માંગુ.
નિમિકા.