() ભરત ભટ્ટ ()
આગ છે, આબોહવા છે એનો મતલબ એ નથી!
પરપોટાના કાફલા છે એનો મતલબ એ નથી!
કે , હવામાં બાચકા છે એનો મતલબ એ નથી
કિન્તુ ,તમને ભેટવા છે એનો મતલબ એ નથી!
આ ભલા છે,આ બુરા છે એનો મતલબ એ નથી!
સહુની સામે આયના છે, એનો મતલબ એ નથી !
પોતે પોતાની તરસ લઈ દોડવાનું હોય છે
જળને નામે ઝાંઝવા છે એનો મતલબ એ નથી !
કોઈ મતલબ ક્યાંય પહોંચ્યાનો નથી ક્યારેય પણ
ચાલવાના મનસૂબા છે એનો મતલબ એ નથી !
આ બધો ફફડાટ ફાટે કે ફીટે કોને ખબર ?
વટ વગરના વાવટા છે એનો મતલબ એ નથી!
()--------------()