પરોઢ અને સ્ત્રી કઈક મને સમાન લાગતા,
બંનેનું કામ એક જ બધે ઉજાસ ફેલાવતા.
જેમ પરોઢ સકારાત્મક ઊર્જા સહુને બક્ષે,
તેમ સ્ત્રી બધું મારું સમજી હુંફ-પ્રેમ બક્ષે.
જેમ સહુ પરોઢને આવકારે પ્રભાતિયા સંગ,
તેમ જ જરૂરી સ્ત્રીને પણ આવકારે હરખ સંગ.
જો પરોઢના ગુણગાન થી સમૃદ્ધિ સુખ મળે,
તેમ જ સ્ત્રીના સન્માન થી આવરદા જાજી મળે.