ગંગાસતી ની વાણી...૪
🍂🍂🍂🍂🍂🍂🍂
નવધા ભક્તિમાં નિર્મળ રેવું ને શીખવો વચનનો વિશ્વાસ રે
સતગુરુને પૂછીને પગલાં ભરવા ને થઈને રહેવું તેના દાસ રે
ભાઈરે
રંગરૂપમાં રમવું નહિ ને કરવો ભજનનો અભ્યાસ રે
સદગુરુ સંગે નિર્મળ રે'વુ ને તજી દેવી ફળની આશ રે
ભાઈ રે
દાતા ને ભોકતા હરિ એમ કે'વુ ને રાખવું નિર્મળ જ્ઞાન રે
સદગુરુ ચરણમાં શીશ નમાવવું ને ધરવું ગુરુજી નું ધ્યાન રે
ભાઈ રે
અભ્યાસીને એવી રીતે રે'વુ ને જાણવો વચનનો મરમ રે
ગંગા રે સતિ એમ બોલિયાં ને છોડી દેવા અશુદ્ધ કરમ રે
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻