પુછે છે સૂર્યને કે રોશની શું કામ ઝાંખી છે?
ઘુવડને કોણ સમજાવે કે એની આંખ કાચી છે!
ઘણા આશ્ચર્ય ને સ્ફોટક રહસ્યોથી ભરેલી છે,
મને લાગી રહ્યું છે કે ક્ષણો ઉડતી રકાબી છે.
કપાયું ઝાડ ત્યારે કેટલાં પંખી થયાં બેઘર,
તમે અખબારમાં ક્યારેય એવી વાત વાંચી છે?
કરચ એ કાચની થોડીઘણી ઉડશે તમોને પણ,
અમારાં કાચઘર સામે તમે બંધૂક તાકી છે.
તમે આ શ્વેત લટને રંગવા જે હાથમાં લીધી,
તમારી એ પીઁછી કરતાં સમયની દોટ પાક્કી છે.
~ હર્ષા દવે.