Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બાવન બહારથી શબ્દ ઉઠે છે
✍🏻 કાળુરામ
🍃🍂🍃🍂🍃🍂🍃

બાવન બહારથી શબ્દ ઉઠે છે,તેનો કરી લયૌ વિચાર
તે વડે છ શાસ્ત્ર થયા,વ્યાકરણ વેદ ને વિચાર...

ગીતા જ્ઞાન પણ તે થકી રચિયુ,રચ્યા પુરાણ અઢાર
રામાયણ-મહાભારત રચ્યા તે થકી,રચનારૉ બાવન બહાર...

બાહર ભીતર એક નિરંતર,દેખિ લયૌ પોતે નિજ દિદાર
ઉલટ ઉસિકો સુલટ કરી લ્યૉ,આપ વિણ બીજો ન કિરતાર...

બોલે બોલાવે સો હી જગતમા,ગગન પેલી પારે તાર
બોલે પણ બોલ્યામા નાવે,સોહિ પદારથ છે નિરધાર ...

જાગ્રત,સ્વપ્ન,સુષૂપ્તી,તુરિયા,નહિ અવસ્થા ચાર
નામ ઉલટ કર ભયો નામમા,સબ સારંન કો વો હી સાર...

જ્ઞાનચક્ષુ ઉઘડ્યા જ્યારે,જ્ઞાન તણો કિધો પ્રકાશ
કાળુરામ નામ અનામી,અણુ મરું નિરંતર વાસ...

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

Gujarati Religious by બાબા સત્સંગી : 111639780
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now