Gujarati Quote in Motivational by Rajeshwari Deladia

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"શુ છે આ પૃથ્વીની દશા,
નથી કોઈ સુખી અહિયા,
સુખી અહિ માત્ર બે જ લોક,
એક બાળક અને એક ગાંડા લોક..."

મિત્રો આપણે બધા જ જાણીએ છીએ આ યુગમાં આપણને કોઈ પણ વ્યક્તિ પૂરેપૂરી સુખી જોવા મળતી નથી. દરેકને કોઈ ને કોઈ પ્રકારનું દુઃખ હોય જ છે. કોઈને પોતાની પાસે ધન ન હોવાનું દુઃખ, તો કોઈ ને બીમારીનું દુઃખ, તો કોઈ ને નિઃસંતાન હોવાનું દુઃખ. આમ દરેકને કોઈ ને કોઈ પ્રકારનું દુઃખ હોય જ છે.

આમ જોઈએ તો આ પૃથ્વી પર બે જણ ખૂબ જ સુખી
વ્યક્તિ છે. એક બાળક અને બીજો ગાંડો.આ બંને ને કોઈ પણ પ્રકારનું દુઃખ નથી હોતુ કે કોઈ પણ પ્રકારની ચિંતા નથી હોતી.આ બંને વ્યક્તિ પોતાની લાઈફમાં મસ્ત રીતે પોતાનુ જીવન જીવતા હોય છે.એમને ન તો કાલની ચિંતા હોય છે. ન તો એમને કોઈ શુ કહેશે એ વિશેની ચિંતા હોય છે.

આપણે બધા જ જાણીએ છીએ કે કોઈપણ લક્ષ્ય સિદ્ધ કરવા માટે એને સિદ્ધ કરવા માટે આપણી અંદર એક ઝનૂન હોવું જોઈએ.એટલે જ કહેવાયું છે કે તમારુ લક્ષ્ય સિદ્ધ કરવા ગાંડા બનો.ગાંડા વ્યક્તિને બીજી કાઈ પરવાહ હોતી નથી.બસ એ પોતાની મસ્તીમાં મસ્ત રહીને કાર્ય કરે છે.એટલે જ કહેવાયું છે કે લક્ષ્ય સિદ્ધ કરવા માટે ગાંડા બનો.

ભગવાને આપણને ઘણી બધી ચીજ વસ્તુઓ આપી છે.પણ દરેક બાબતને આપણે માણતા નથી. આવુ થવા પાછળનું કારણ આપણી વિચારસરણી છે.આપણે આપણા કરતા પહેલા બીજા વિશે વિચારીએ છીએ. કઈ પણ કાર્ય કરીશુ તુ સૌ પ્રથમ એ જ વિચાર કરીશુ કે લોકો શુ કહેશે.બીજાની ચિંતામાં આપણે જિંદગીને માણી શકતા નથી એટલે જ કહેવાયું છે કે તમારી પાસે જે કઈ છે એને માણવા માટે બાળક બનો.

Rajeshwari Deladia

Gujarati Motivational by Rajeshwari Deladia : 111639758
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now