માનવતા ના રંગોને ખોલું છું
બાજુમાં બેસ સખી આજે તને કાંઈક બોલું છું
કાન ખુલ્લા રાખજે ધીર વધુ થાજે
જીવનના રાઝ તુજ મહી ખોલું છું
અશ્રુથી સજાવેલું આ જીવન
હાસ્યથી તરછોડું છું
સમજદારીના પાયા નીચે
ઘણું એ રગદોળું છું
બાંધેલા સબંધોમાં
પ્રેમથી હું ડોલું છું
આત્મીયના હૈયા ને
મન ભરી ખંખોળું છું
મનનાં કમાડોની
દરારો હું ખોળું છું
સંપર્કમાં આવે પહેલા
એને કશે જોડું છું.