સુપ્રભાત મિત્રો.
આજકાલ આવતાં આત્મહત્યાનાં સમાચારથી થોડી વ્યથા અનુભવું છું.
આજે ફરીથી સમાચાર જોયા કે પોતાના નાનાં ભાઈ બહેનને એક રૂમમાં રમતા મૂકી 19 વર્ષની એક છોકરીએ ગળે ફાંસો ખાધો. છેલ્લાં લગભગ એક મહિનાથી હું આવુ જ જોઉં છું અને વાંચુ છું. ક્યાંક કોઈ ખેડૂત, તો ક્યાંક વેપારી, કોઈ યુવાન તો કોઈ વૃદ્ધ આત્મહત્યા કરી રહ્યા છે. અરે, કેટલીક જગ્યાએ તો આખે આખું કુટુંબ આત્મહત્યા કરી રહ્યું છે. શું આ યોગ્ય થઈ રહ્યું છે? શું આજનું શિક્ષણ આટલું બધું નબળું છે કે વ્યક્તિ જાતને મારી નાખવા સુધી હતાશ થઈ જાય છે?
આ બધાં કિસ્સાઓ પરથી એ વાત તો નક્કી જ કે કોઈ પણ એક જ બાબતમાં નિષ્ણાત ભલે બનીએ પણ સાથે સાથે બીજો કોઈ શોખ પણ રાખીએ જે ભવિષ્યમાં નોકરી મેળવવા કે અન્ય રીતે આર્થિક ઉપાજન કરવા કામ લાગે.
મારા મતે આનું મુખ્ય કારણ છે એકબીજા પ્રત્યે ઈર્ષ્યાભાવ. બીજું કે કોઈનું આંધળું અનુકરણ કરવું અને એને આધારિત પોતાની મહત્ત્વકાંક્ષાઓ રાખવી. આપણી ભારતીય સંસ્કૃતિ જ એવી છે કે તમે એનાં ધાર્મિક ગ્રંથો થોડા પણ વાંચો ને તો દરેક સમસ્યાનો ઉકેલ મેળવી શકો.
જરુર છે આપણાં બાળકોને થોડું અધ્યાત્મ તરફ વાળવાની. એક વાર એઓ આપણાં ધર્મગ્રંથો વાંચવા માંડશે ને તો આપોઆપ હતાશામાંથી બહાર આવી જશે.
"તુ મુંઝાય છે શાને?
ઉકેલ છે ગીતાના પાને પાને."
- સ્નેહલ જાની